ગુજરાતમાં ભાજપના ૨૩ વર્ષના શાસનમાં પ્રજા આજે ત્રસ્ત થઈ ચુકી છે. જેમાં પણ સરકારના અલગ અલગ વિભાગો હોવા છતાં આજે લોકોને પોતાની ફરિયાદ ક્યાં કરવી તેની કોઈ જાણકારી નથી. તેમજ રાજ્યની આ અસંવેદનશીલ સરકાર માટે લોકપ્રશ્નો ગૌણ બન્યા છે. તેમજ લોકોની સમસ્યાની ગુંજ પણ તેના બહેરા કાને અથડાતી નથી. આ સરકારના શાસનમાં પ્રજાનો અવાજ બુલંદ થવાને બદલે દબાયો છે. તેમજ જો લોકો જેમ તેમ કરીને ફરિયાદ કરી પણ લે તો તેનું શું થયું અને ફરિયાદનો નિકાલ ક્યારે થશે તેની કોઈ જ જાણકારી નથી.
|
આ ઉપરાંત સરકારે અમલમાં મુકેલો નાગરિક અધિકારપત્ર પણ માત્ર શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. જેના લીધે ગુજરાતની પ્રજાને આજે તેની સમસ્યાના સમાધાન માટે માત્ર રઝળપાટ કરવાની નોબત આવે છે. રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચથી સરકારની કામગીરી માટે તંત્ર કાર્યરત છે. પરંતુ તેના કેન્દ્ર લોકો નથી. જેના લીધે લોકોની સમસ્યા આજે પણ તેમની તેમ છે અને લોકોની સમસ્યામાં વધારો થયો છે.
|
ગુજરાતના આ બધી લોક સમસ્યાને વાચા આપવા માટે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોક સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટે અને સરકારને લોકો પ્રત્યે જવાબદાર બનાવવા માટે " લોક સરકાર" ની શરુઆત કરવામાં આવશે. લોક સરકાર WWW.LOKSARKAR.IN વેબસાઈટના માધ્યમથી દ્વારા શરુ કરવામાં આવશે.
|
"લોક સરકાર "એટલે લોકો વતી , લોકો માટે ચાલતી લોકશાહી સરકાર. લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા, લોક વેદનાને વાચા આપવા, સરકારને લોકો પ્રત્યે જવાબદાર બનાવવા, સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા, સરકારી યોજના લોકો સુધીથી સરળતાથી પહોંચાડવાનો છે. આ સરકારમાં લોકશાહીનો મૂળ આધાર લોકોની જ સદંતર અવગણના કરવામાં આવી રહી છે. . લોક સરકારનો ઉદ્દેશ લોકશાહી પ્રણાલીને વધુ મજબુત બનાવી લોકોને સશકત કરવાનો અને સરકારને જવાબદાર બનાવવાનો છે.
|
"લોક સરકાર" નો ઉદ્દેશ એક વહીવટી સ્વરૂપમાં જનસેવાનો છે . જેમાં છેવાડાના માનવી સુધી જરૂરી તમામ સુવિધા પહોંચે તે છે."લોક સરકાર"નો મુખ્ય ઉદ્દેશ અને તેના અસ્તિત્વનનો આધાર જ જન સેવા છે.
|
તેવા સમયે લોક સરકાર લોકોની સમસ્યાના ઝડપી નિકાલ માટે મદદરૂપ બનશે. તેમજ ફરિયાદ કરનાર વ્યકિતને તેના આધાર સ્વરૂપે પાવતી આપવામાં આવશે. લોક સરકાર આ તમામ સેવાઓ આપના દ્વારેWWW.LOKSARKAR.IN ના માધ્યમથી પહોંચાડશે. આ ઉપરાંત લોક સરકાર આપને મોબાઈલ માં પણ એપ સ્વરૂપે ઉપલબ્ધ થશે.
|
- ૧. ફરિયાદ
લોક સરકારમાં તમામ વિભાગની લોકો ની ફરિયાદ/રજૂઆત સ્વીકારવામાં આવશે, લોકોની કેન્દ્ર કક્ષા, રાજ્ય કક્ષા, જીલ્લા કક્ષા, તાલુકા કક્ષાની ફરિયાદ/ રજૂઆત આ વિભાગ માં કરી શકશે. આ વિભાગમાં ફોર્મ ભર્યા પછી લોકોને પોતાની ફરિયાદ/રજૂઆત નંબર મળશે અને તે નંબર પરથી ભવિષ્યમાં ફરિયાદ/રજૂઆતને આપ ટ્રેકિંગ પણ કરી શકશો. લોકોએ કરેલી ફરિયાદ/રજૂઆત તેમણે ફોર્મ માં જે મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી નાખ્યું હશે તેની પર SMS અને EMAIL દ્વારા તેમનો ફરિયાદ નંબર મળશે. આ ઉપરાત આ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીને મોકલવામાં આવશે તેની કોપી પણ આપને મળશે.
- ૨. રજીસ્ટ્રેશન
લોક સરકારનો ઉદ્દેશ લોક સમસ્યાને યોગ્ય રીતે વાચા આપીને તેનો ઉકેલ લાવવાનો છે. તેથી આમાં વધુમાં વધુ લોકો જોડાય અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવાનો લોક સરકારનો ઉદ્દેશ છે. તેથી લોક સરકારમાં વધુમાં વધુ લોકો રજીસ્ટ્રેશન કરે તે માટે અલગ અલગ કેટેગરી પણ રાખવામાં આવી છે.
વ્યવસાયિક સંસ્થા રજીસ્ટ્રેશન
શૈક્ષણીક સંસ્થા રજીસ્ટ્રેશન
ઓધૌગિક સંસ્થા રજીસ્ટ્રેશન
સામાજીક- ધાર્મિક સંસ્થા રજીસ્ટ્રેશન
વ્યવસાયિક કૌશલય ધરાવતી સંસ્થા
- ૩. અગત્યની માહિતી
લોક સરકારના આ વિભાગમાં લોકોને સમય સમય પર ઉપયોગી એવી સરકારી અને જીવન ઉપયોગી વિભાગોની તમામ માહિતી પણ એક જ સ્થળેથી પ્રાપ્ત થઈ શકશે.
- ૪. સુવિધા
લોક સરકારમાં આ ઉપરાંત નાગરિકો માટે ઉપયોગી એવી તમામ સુવિધા જેવી કે, એસ.ટી, ટીકીટ બુકિંગ, રેલ્વે ટીકીટ બુકિંગ, એર લાઈન બુકિંગ, હોટલ બુકિંગ, ટેક્સી બુકિંગ, સિનેમા બુકિંગ, રેસ્ટોરન્ટ, હોસ્પિટલ જેવી તમામ રોજબરોજની જરૂરિયાતની ઉપયોગી તમામ માહિતી એક જ સ્થળેથી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
- ૫. મીડિયા બુલેટીન
લોક સરકાર માં થતી રોજબરોજની કામગીરી મળતી ફરિયાદો અને તેના નિકાલ કે અટકાવની માહિતી રજીસ્ટર કરવામાં આવેલા રાષ્ટ્રીય, રાજય ,જીલ્લા અને ઝોનલ મીડિયા સુધી પહોંચી શકે તે માટે મીડિયા બુલેટીન પણ બહાર પાડવામાં આવશે. આ સંવાદ દ્રિપક્ષીય હશે જેમાં મીડિયા સવાલ પણ પૂછી શકશે અને તેનો જવાબ પણ આપવામાં આવશે.
- ૬. જનતાનો સાદ
લોક સરકારનો આધાર જનતા છે. તેથી જનતાનો સાદ સૌથી અગત્યનો છે. આ વિભાગમાં લોકો પોતાની સમસ્યા રજુ કરી શકશે. તેમજ પોતાની સમસ્યા આધારિત પોલ કરી લોકોનો અભિપ્રાય પણ જાણી શકાશે. આ ઉપરાંત લોકો સમસ્યાની પીટીશન પણ મૂકી શકશે.
- ૭. અભિપ્રાય
લોક સરકારની સમગ્ર પ્રક્રિયા અંગે લોકો પોતાનો અભિપ્રાય પણ આવકાર્ય છે. જેમાં લોકો આ પદ્ધતિમાં સુધારા અને તેને લગતા જરૂરી સૂચનો પણ આપી શકે છે. જેના થકી જ લોક સરકારની કાર્ય પદ્ધતિમાં સુધારા વધારા કરવામાં આવશે.
|
લોક સરકારનો મુખ્ય ઉદ્દેશ લોક સમસ્યાને વાચા આપીને તેનું સમાધાન લાવવાનો છે. જેની માટે સરકારના વહીવટીતંત્ર સામે જ લોકોને તેમની ફરિયાદ અને સમસ્યા સરકાર સુધી પહોચાડવાનો એક વિકલ્પ આપવાનો છે. તેમજ જવાબદાર વિકલ્પના માધ્યમથી સરકારને પણ જવાબદાર બનાવવાનો છે.
|
જેના ભાગરૂપે લોક સરકારના આગામી તબક્કામાં લોક સરકાર મંત્રી મંડળની પણ રચના કરવામાં આવશે. લોક સરકાર મંત્રી મંડળમાં લોકો તરફથી આવેલી લોક સમસ્યાઓની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. જેમાં બાકી રહેલી લોક સમસ્યાના ઉકેલ માટે સરકાર પર દબાણ ઉભું કરવામાં આવશે. તેમજ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.
|
લોક સરકારના માધ્યમથી લોક સમસ્યાને વાચા આપીને તેના ઉકેલની દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. જો કે આ પ્રયત્નો દ્વારા પણ સરકારની કામગીરીમાં અને લોક સમસ્યાના સમાધાનમાં કોઈ હકારાત્મક પ્રતિભાવ નહીં મળે અને રાજ્યની આંધળી અને બહેરી સરકાર પોતાની નિંદ્રામાંથી નહીં જાગે તો સરકાર વિરુદ્ધ જલદ આંદોલન પણ કરવામાં આવશે. લોક પ્રશ્નોને વાચા આપવા માટે લોક સરકાર રાજ્ય સરકાર સાથે બાથ ભીડશે અને ઝડપથી લોક પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત રહેશે.
|